STORYMIRROR

purvi patel pk

Children

4  

purvi patel pk

Children

વરસાદ

વરસાદ

1 min
303

વરસ્યો વરસાદ આજે મુશળધાર,

હવે તો બહાર નીકળવાની જ વાર,

એથી, બહાના શોધું હું નાના પ્રકાર,

પલળતાં હવે કેમ મને લાગે જ વાર,


બોલાવતો રહ્યો પહેલાં પણ વારંવાર,

આવતો હતો, એ જ્યારે ધીમી ધાર,

આવ રે વરસાદ, હવે તું આણી પાર,

હોડી તરાવવા મૂકી મેં તો કોરાણે કાર,


જગો, ભગો ને ગગો, અમારી સરકાર,

રમતાં ભેળાં થઈ સૌ બહાર ને બહાર,

બોલ્યાં મોર, પોપટ, બપૈયા ને દાદુર,

સામા જઈએ અમે થયા હવે બહાદુર,


આબાલવૃદ્ધ એમ સૌનો તને આવકાર,

વરસ્યો વરસાદ આજે કેવો મુશળધાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children