STORYMIRROR

purvi patel pk

Tragedy Classics

4  

purvi patel pk

Tragedy Classics

આંગણું થઈ ગઈ

આંગણું થઈ ગઈ

1 min
1

આંગણું થઈ ગઈ 


સમયની ધૂળ ઘરની બારસાખ બની ગઈ,

જીવંત હતી ટોડલે, એ પળ વીતી ગઈ,

ગુંજતી પરસાળ, સડક સમ પથરાય ગઈ,

અચાનક જ તે હવે, આંગણું થઈ ગઈ.

વીતી ગઈ છે વસંત ને પાનખર થોભી ગઈ,

સંકટોને મથાવતી આજે વમળે ડૂબી ગઈ,

બધે બાથ ભીડતી તે નિયતિથી હારી ગઈ,

અચાનક જ તે હવે, આંગણું થઈ ગઈ.

લાગણીનો ઉછાળો ઓટ બની ગઈ,

અટક્યો શ્વાસ ને સ્વર્ગીય બની ગઈ,

ગળે વળગી તે જિંદગી ધુતારી થઈ ગઈ,

અચાનક જ તે હવે, આંગણું થઈ ગઈ.

નરી પાકટતાં, ઇચ્છાઓ દફન થઈ ગઈ,

હતી એક અંતિમ ઇચ્છા જે પૂરી થઈ,

રાખ બની બાગમાં હવે વિખેરાય ગઈ,

અચાનક જ તે હવે, આંગણું થઈ ગઈ.

✍️ *પૂર્વી પટેલ 'pk'*


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy