STORYMIRROR

purvi patel pk

Classics

4  

purvi patel pk

Classics

રંગ લાગ્યો

રંગ લાગ્યો

1 min
0

*રંગ લાગ્યો*

**********

(રાગ : કેસરિયો રંગ મને લાગ્યો)

ગરબાનો રંગ મને લાગ્યો મારી માવડી,

ગરબાનો રંગ મને લાગ્યો રે લોલ,

કઈ કઈ માતા પધારશે મારી સહિયર,

કયા કયા ગરબા ગાશું રે લોલ.

આરા તે સુરથી આવે અંબા માવડી,

માને રૂપાના કડલાં પહેરાવું રે લોલ,

કંકુના સાથિયા પુરાવું મારી સહિયર,

ગરબાનો રંગ મને લાગ્યો રે લોલ.

ચોટીલાથી આવે મારી ચામુંડા માવડી,

માને જરીના કડલાં પહેરાવું રે લોલ,

ચોખાથી માને વધાવું મારી સહિયર,

ગરબાનો રંગ મને લાગ્યો રે લોલ.

બેચરાજીથી આવે મારી બહુચર માવડી,

માને મોતીના કડલાં પહેરાવું રે લોલ,

ફૂલોથી માને વધાવું મારી સહિયર ,

ગરબાનો રંગ મને લાગ્યો રે લોલ.

પાવા તે ગઢથી આવે મારી મહાકાળી માવડી,

માને ફુલોના કડલાં પહેરાવું રે લોલ,

સિંદૂરથી માને વધાવું મારી સહિયર,

ગરબાનો રંગ મને લાગ્યો રે લોલ.

ચાચરના ચોકમાં ભેગી થાય મારી માવડી,

તબલાના તાલ પર રમશુ રે લોલ,

તાળીઓના સંગે રમશું મારી સહિયર,

ગરબાનો રંગ મને લાગ્યો રે લોલ.

✍️ *પૂર્વી પટેલ 'pk'*


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics