STORYMIRROR

Rajdip dineshbhai

Inspirational Children

4  

Rajdip dineshbhai

Inspirational Children

જો પેલું ચોમાસુ ગયું

જો પેલું ચોમાસુ ગયું

1 min
394

મોરનો થનઘનાટ બંધ થયો 

મેઘધનુષ્ય અદ્રશ્ય થયું

ઠંડી એક લહેર શરૂ થઈ 

જો પેલું ચોમાસુ ગયું


છત્રી બંધ કરી સાદલી એ

લાકડું પણ તડકે થયું 

કપડા પર કપડા પહેરશે 

જો પેલું ચોમાસુ ગયું


માળો નવો બંધાઈ ગયો

ગલી ઘર સાફ થયું 

વઇ ગયા કાળા વાદળો 

જો પેલું ચોમાસુ ગયું


જોત જોતામાં દિવાળી આવી

રામનું અયોધ્યામાં આગમન થયું 

જાંબુ ગયા ને બોર આવ્યા 

જો પેલું ચોમાસું ગયું


ઘરમાંથી બધા બહાર આવ્યા 

બહાર એક નાનું તાપણું થયું 

દરવાજો ખોલ્યો ઋતુએ શિયાળાનો 

જો પેલું ચોમાસું ગયું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational