ભઈલો મારો
ભઈલો મારો
શબ્દોનો નહીં લાગણીનો નાતો,
કદી ન ખૂટે ખટ્ટ-મીઠી વાતો,
અલગ અને અનેરો આ નાતો,
સદા ખુશ રહે ભઈલો મારો,
સદાય હસતો ને સૌને હસાવતો,
આકાશના તારાની જેમ ચમકતો,
સદા બહેનની સાથે લડાઈ કરતો,
એવો છે ભઈલો મારો,
સુખ-દુઃખમાં સાથ આપતો,
સદાય બહેનની રક્ષા કરતો,
જેના તોફાનનો અંત ન આવતો,
એવો છે ભઈલો મારો,
બહેનને સદા જાડી કહેતો,
ફ્રીજની ચોકલેટ ચોરીને ખાતો,
બહેનનો પણ ભાગ રાખતો,
એવો છે ભઈલો મારો.
