ઈશ્વરની ભેટ : મિત્રો
ઈશ્વરની ભેટ : મિત્રો
કોરા કાગળ પર સુંદર ચિત્ર,
મૌનને પણ સમજે તે મિત્ર,
સંગાથે હોય આપ જેવા મિત્રો,
રંગાઈ જાય જીવનના ચિત્રો,
અસર કરે દુઆ મિત્રોની,
દૂર કરે હર ઘડી દુઃખની,
ઈશ્વરની અમૂલ્ય ભેટ છે મિત્રો,
જીવન અધૂરું છે વિના મિત્રો,
ઊંઘમાં પણ સપનાં જોઉં મિત્રના,
જાણે સુદામા સંગાથે શ્રીકૃષ્ણના,
જગ્યા નથી જોઈતી મારે સ્વર્ગમાં,
બસ જોઈએ એક મિત્ર જિંદગીમાં,
