દિવાળી યાદગાર બનાવીએ
દિવાળી યાદગાર બનાવીએ
સૌ ભેગા મળી આયોજન કરીએ,
અલગ રીતે દિવાળી ઉજવીએ.
સુંદર મજાનાં દીવડા પ્રગટાવીએ,
રંગોળીની નવી ભાત બનાવીએ,
મીઠાઈ અને ખુશીઓ વહેંચીએ,
અલગ રીતે દિવાળી ઉજવીએ.
સ્વચ્છતાનો સંદેશો સૌને આપીએ,
ઓછા ફટાકડા ફોડવા સમજાવીએ,
વાતાવરણ પ્રદૂષણમુક્ત બનાવીએ,
અલગ રીતે દિવાળી ઉજવીએ.
વૅકેશનમાં કંઈક નવું કરીએ,
જરૂરિયાતમંદને મદદ કરીએ,
દિવાળી યાદગાર બનાવીએ,
અલગ રીતે દિવાળી ઉજવીએ.
