STORYMIRROR

Kausha Kotecha

Inspirational

3  

Kausha Kotecha

Inspirational

હોળી-ધુળેટી

હોળી-ધુળેટી

1 min
666

અબીલ, ગુલાલ અને કેસૂડાના રંગથી,

ના કેમિકલ્સ કે બનાવટી રંગોથી,

ધામધૂમથી હોળી-ધુળેટી ઉજવશું,


માણસો વચ્ચેનું અંતર ઘટાડશું,

 દુશ્મનને પણ દોસ્ત બનાવશું,

ધામધૂમથી હોળી-ધુળેટી ઉજવશું,


આળસને મનમાંથી દૂર ભગાડશું,

મોબાઈલને કામથી દૂર રાખીશું,

ધામધૂમથી હોળી-ધુળેટી ઉજવશું,


 નિત્ય ઈશ્વરનું સ્મરણ કરીશું,

 નિષ્ઠાથી કામે લાગી જાશું,

ધામધૂમથી હોળી-ધુળેટી ઉજવશું,


બુરાઈથી સૌ દૂર ભાગશું,

સત્યને જીવનમાં ઉતારશું,

ધામધૂમથી હોળી-ધુળેટી ઉજવશું.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational