STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

આઝાદી

આઝાદી

1 min
358

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


સામી છાતીએ ગોળી ખાધી,

પ્રાણ કેરા દીધા બલિદાન રે,

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


ખૂનની નથી વહાવી આપણે,

માતાએ દીધા દીકરાના બલિદાન રે,

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


કાયરતા છોડી અમે લડ્યાં,

જેલ કેરા કીધા અમે વાસ રે,

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


અનેક વિગ્રહો જોને લડ્યા,

નેતૃત્વ કરી છોડ્યા ઘર પરિવાર રે,

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


કેટકેટલા અપમાન સૌએ વેઠ્યા,

કાળા ગોરાના ભેદમાં અમે જીવ્યા રે,

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


ગુલામી ભરી જિંદગી જીવ્યા,

છોડી દીધા કંઇ નોકરી ધંધા,

હો ભારતમાતા મેળવી આપણે,

આઝાદી મોંઘેરા મૂલની !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational