STORYMIRROR

Ekta Doshi

Others Inspirational

2  

Ekta Doshi

Others Inspirational

વિશ્વાસ

વિશ્વાસ

1 min
2.3K


અરીસો ક્યારેય-કદી સાચું નથી બોલતો,

એ તો તું જ છે કે જે તારી હા એ હા કરતો.

વિશ્વાસઘાત ક્યારેય કોઈ નથી કરતું,

નજરમાં વિચારમાં સમજફેર હોય છે,

તારા માટે જે વિશ્વાસઘાત છે એ,

કદાચ એ વ્યક્તિ માટે મજબૂરી હોય છે,

પ્રેમ સમજી વિચારીને તો થતો નથી,

ઊંડાઈ ના સમજનાર પણ વહાલો હોય,

ગંગાને મા સમજી મનમાની કરી શકે,

ગંગાની જો પોતાની અલગ પવિત્રતા હોય,

કહે છે તું કોઈનો વિશ્વાસ ન કર,

કોઈની પાસે મનને મોકળું ન કર,

પણ દોસ્ત વિશ્વાસે તો વાહણ પણ તરી જાય છે,

મન ને મોકળું ન કરનાર ભાર સાથે મરી જાય છે.

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in