STORYMIRROR

Ekta Doshi

Romance

1  

Ekta Doshi

Romance

અરજ

અરજ

1 min
450


સાંભળ શ્યામ મારા, એક અરજ મારી... મને વિનંતી કરવા દે,

રુક્મણિ ના બનાવીશ ફરિયાદ નથી, મને રાધા તો બનવા દે,

 

તારું સુંદર મુખડું નિહાળી લાગી છે તારી માયા,

વિસરાયું જગ આખું ને ભૂલી હું મારી છાયા,

યાદ આવે તું જ મુજને, ન ફરી કદી તારો મોહ ઉતારવા દે,

 

તારી વાંસળીનો નાદ સાંભળી ભાન ભૂલી છું,

એના જ સૂરે ઘેલી હું તન્મયી બની છું,

વગાડતો રહેજે વેણુ, ન આજ પછી તેનો નશો ઉતારવા દે,

રુક્મણિ ના બનાવીશ ફરિયાદ નથી, મને રાધા તો બનવા દે.

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance