STORYMIRROR

Ekta Doshi

Inspirational Romance

2  

Ekta Doshi

Inspirational Romance

ઇચ્છતી નથી

ઇચ્છતી નથી

1 min
2.2K


આકાશનો અંધકાર, વાતાવરણની નિરવ શાંતિ

અને એકલતા; કેટલા સારા સાથી છે એની ખબર છે મને…

માટે કોઈ અન્ય સાથી હું ઇચ્છતી નથી.

 

અંધકાર ઓગળશે, વાતાવરણ ગૂંજશે કલરવથી અને એકલતા પણ છોડી જશે મને,

એવી વાત તો હું સ્વપ્નમાંય વિચારવા માંગતી નથી.

 

બની શકે કે એ સાથી, એ ગુંજારવ અને એ અજવાસ;

ભરી દે મારા જીવનમાં રંગ નવો,

 

પણ જૂના રંગોને ધોઈ રંગાવું પડશે મારે એ રંગથી,

અને છેવટે એ રંગ પણ હોઈ શકે છે કાળો,

ફરી નિરાશામાં ડૂબવા મારે કોઈ નવી આશા જોઈતી નથી.

માટે કોઈ અન્ય સાથી હું ઇચ્છતી નથી.

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational