તરસ
તરસ
લાગી છે તરસ પણ ક્યાં છીપાવું,
છે મૃગજળનાં જળ ક્યાં ભરાવું,
વરસે છે મન મૂકીને આ ચોમાસું,
દિલ કોરુકટ એને ક્યાં ભીંજાવું,
દેખાય લીલુંછમ ત્યાં મન ભગાવું,
પહોંચું ત્યાં તો ઝાંખરામાં ભરાઉં,
છે જગનો નિયમ કોને સંભળાવું,
લાગે મન તેની જ જુદાઈ સહેવાનું,
નયનનોની બધી અસર જણાવું,
મનમાં વસી તસ્વીર કેમ ભૂલાવું ?
સાંભળો કહાની સઘળી જણાવું,
વિરહનું દર્દ કેવું ? વિગતે કેમ વર્ણવું ?

