છેલ્લો દિવસ
છેલ્લો દિવસ
નયન અશ્રુથી છલકાઈ ગયા જ્યારે,
તે બધાએ છેલ્લું સ્મિત કર્યું.
નીરવ થઈ ગયો હું,
થોડી પળો માટે.
બધા જાણે છેલ્લી ઘડી,
માટે જ ભેગા થયા હોય.
અંદરની એકલતાને રોકીને,
ઝીણું હાસ્યવેરી રહ્યા હતા.
કોઈની પાસે ઉચ્ચારવા માટે,<
/p>
શબ્દો જ નહોતા !
એક દિવસ આવી જ રીતે છુટા પડીશું,
ખુશી અને એકલતાની સાથે.
બધા સંસ્મરણો તાજા કરી,
મંદ-મંદ હાસ્ય વેરી રહ્યા હતા
ખબર નહિ હવે ક્યારે મળીશું,
પણ હા, જ્યાં સુધી સાથે હતા;
ત્યાં સુધી એક પરિવારની જેમ હતા.