STORYMIRROR

Jasmeen Shah

Drama Romance

4  

Jasmeen Shah

Drama Romance

મોરપીંછ

મોરપીંછ

1 min
618

જીવનસાથી એટલે, 

ગ્રીષ્મની ગુલાબી હુંફ,

વર્ષાની આલ્હાદક વાછટ,

શિશિરની શીતળતા,

વસંતમાં ખીલતી બહાર...


જીવનસાથી એટલે, 

સમજણનો સાગર,

સ્નેહનું નભ,

પ્રોત્સાહનના મ્હોર,

આત્મીયતાનું ઝરણું...


જીવનસાથી એટલે, 

હૈયાનું સ્પંદન,

આધારનું અંજન,

વિશ્વાસનો હિંચોળો,

હેતનું આલિંગન...


જીવનસાથી એટલે, 

પ્રભાતનું કિરણ,

શ્રધ્ધાનો દીપ,

સોળે કળાએ ખીલેલો,

પૂનમનો ચંદ્રમા... 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama