Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sheetal Bhatiya

Drama Romance

3  

Sheetal Bhatiya

Drama Romance

સ્વપ્નદિપ

સ્વપ્નદિપ

1 min
176


છો તમ મુજ સમીપ;

બનું હું નાનું દિપ !


દિપ તો પ્રકાશે છે ઘીના સ્પર્શની સુવાસથી;

હા ! હું પણ દીપી ઊઠું છું તમ હ્દયની ભીનાશથી !

કિલકિલાટ કરતું જગ મારું ભર્યું છે લીલાશથી;

છે અસ્તિત્વ મારું તમ બોલીની મીઠાશથી!


આવે અગર પવનની લહેર ને દિપ જાય બુજાઈ;

મળે જો લાગણીને ઠેસ ને જીવન જ્યોત જાય મૂંઝાઈ! 

ન થાય એવું તેથી તો દિપ ક્યારેક ખૂણામાં મુકાઈ;

મળે જીવન એકમેક સંગે તો નમ્રતાભાવે પણ ઝુકાઈ!


દિપજ્યોત પ્રગટાવનાર કોઈક તો હોવું જોઈએ; 

હોઠનું સ્મિત બનનાર પ્રિયને ક્યારેય ના ખોઈએ!

છે જીવન! તો ખુદના સ્વપ્નને ખુદમાં જોઈ લેવાય;

બને એ 'સ્વપ્નદિપ' તેથી ક્યારેક 'સ્વપ્નીલ' થઈ જવાય!


Rate this content
Log in