STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

તું

તું

1 min
344

તું હા અરે તું જ તો છે,

હર પળ હર સમય ઘડે છે,

ને હું હસીને ઘડાઉં પણ છું,


એક સમય હતો જ્યારે હું શૂન્ય હતી,

અને આજે એક સમય છે કે હું અમૂલ્ય છું,

અરે જાણે છે કેટલો ફરક હતો એ શૂન્ય નો?


ફરક માત્ર એટલો જ છે કે ત્યારે શૂન્ય અંકની આગળ હતું,

અને આજે શૂન્યની આગળ અંક છે,


એ અંક બીજું કોઈ નહિ,

તું જ તો છે માત્ર અને માત્ર,

તું ના હોત તો શું હું આટલું વિસ્તરી હોત?


ના.. જરા પણ નહિ,

રોજ નીત નવા વ્હાલ,

રોજ નવું કરવાની મહાલ,

અખૂટ અવિરત પ્રેમના કોલ,

હું આપું કે તું હોય કેમ ના એ મોલ,

પળ પળ છલોછલ,

પ્રેમ નો જાહો જલાલ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama