દેજે મને
દેજે મને


તારા ચરણે વાસ નિરંતર દેજે મને.
સ્મરણ પ્રતિ શ્વાસ નિરંતર દેજે મને.
તને મનથી છું સમર્પિત અબ્ધિવાસી,
તારી જ એક આશ નિરંતર દેજે મને.
કરું છું પ્રતિક્ષા તવાગમન તણી હું,
તવ અંતરે સહવાસ નિરંતર દેજે મને.
ના સાંપડે નૈરાશ્ય કદી તુજ પંથમાંહી,
તુજ સ્તવને રૂડા પ્રાસ નિરંતર દેજે મને.
શક્ય છે ન થાય મુલાકાત તારી મને,
તારા હોય જે ખાસ નિરંતર દેજે મને.