STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

હૃદય

હૃદય

1 min
282

રખેને તૂટવા માટે જ સર્જાયું હશે હૃદય,

ને તૂટીને કેટકેટલું એ વલોપાયું હશે હૃદય,


શકેને અંતરે ઉત્પાતથી ધબકારા ચૂકનારું,

વણકહ્યું કેટલું એનામાં ધરબાયું હશે હૃદય,


ઊભરાય છે ચક્ષુઓનો લઈને સહારો વળી,

પોતાના જેવા ગણી એ ભરમાયું હશે હૃદય,


આમ તો વાસ એમાં પરમેશનો મનાય છે,

તોય પામી પીડા અસહ્ય ભરખાયું હશે હૃદય,


નથી વાચા એ જ મર્યાદા એની એને નડતી,

કોઈ સાચા પ્રેમીજનથી પરખાયું હશે હૃદય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy