મૂલ્યોનું થયું હનન
મૂલ્યોનું થયું હનન
જ્યાં ગુલામીનું ઝેર કોઠે પડી જાય
ત્યાં મરવા પડે છે માનવતા,
હાય રે કરમની કઠણાઈ
કેમ સદી ગઈ પરતંત્રતા ?
હવે થવાં મુક્ત ગાંધીબાપુની રાહ જુએ..!
જ્યાં મૂલ્યો જીવનનાં વેંચાય મફતમાં
ત્યાં પતન પામે છે માનવતા
હાય રે કરમની કઠણાઈ
કેમ ખરડાઈ અંતરાત્મા ?
હવે કાઢવા દાગ ગાંધીબાપુની રાહ જુએ..!
જ્યાં સ્વાર્થ કાજે સ્વધર્મ ભૂલાય
ત્યાં ગ્લાનિ પામે છે માનવતા
હાય રે કરમની કઠણાઈ
કેમ ધોવાઈ સંસ્કારિતા ?
હવે બનવા માનવ ગાંધીબાપુની રાહ જુએ..!
જ્યાં બની પરમેશ્વર પૈસો પૂજાય
ત્યાં પથ્થર બને છે માનવતા
હાય રે કરમની કઠણાઈ
શીખવ્યો ત્યાગ એને જ પૂર્યો પૈસામાં
હવે થવા મુક્ત નોટમાંથી ગાંધીબાપુ રાહ જુએ !
