STORYMIRROR

Umesh Tamse

Drama Romance

3  

Umesh Tamse

Drama Romance

જીવવા માંગુ છું

જીવવા માંગુ છું

1 min
14.7K


આંસુ તારા નયનના થવા માંગુ છું,

દિલમાં તારા હવે આવવા માંગુ છું,


કે મને જોઇને આંખ મટકે છે તું?

રાઝ શું છે એ હું જાણવા માંગુ છું,


રાખ વિશ્વાસ મારા ઉપર તું હવે,

હું તને ભીતરે રાખવા માંગુ છું,


આવ ને બેસ મારી ક'ને બે ઘડી,

જિંદગીને હવે માણવા માંગુ છું,


ને છે બે પળની આ જિંદગી હે પ્રિયે,

હું તો એકેક ક્ષણ જીવવા માંગુ છું,


થાય ધબકાર તારા જ લીધે સદા,

જિંદગીભર તને ચાહવા માંગુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama