STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama Inspirational

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama Inspirational

આવતી કાલ

આવતી કાલ

1 min
14.8K


હાલતો ચાલતો છું કોઈ પુણ્ય પ્રતાપે આજે,

કયારે પથારીમાં ફેરવાઈ જઈશ, કોને ખબર

કોઈ પાપ પ્રતાપે, કાલે !!

લેવો નથી પડતો જે દિવાલનો સહારો આજે,

કોને ખબર કયારે લટકી જઈશ તસ્વીર બનીને

એજ દિવાલની સહારે, કાલે !!

પાપ ઘણા કર્યા હશે, અને બન્યો હોઈશ કોઈના અશ્રુઓ નું કારણ આજે,

હશે જરૂર કોઈ એક કાર્ય એવું જેની યાદ અશ્રુઓ બનીને ટપકશે, કોઈની આંખોમાં કાલે !!

ભૂલીને જરૂર માફ કરી દેજો દુર્ગુણોને, છે જે મારામાં આજે,

કરી લેજો યાદ મારો કોઈ એક સદગુણ, કારણ

કે બની જઈશ એક ઇતિહાસ હવે હું કાલે !!

સાર્થક સમજીશ જીવન જે હું જીવી રહ્યો છું આજે,

યાદ કરશે જો કોઈ એક જણ મારૂં એ નિરર્થક જીવન, કાલે !!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama