STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational

3  

Chaitanya Joshi

Drama Inspirational

દિલ દરવાજા

દિલ દરવાજા

1 min
13.7K


દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, જીવનરીત બનીને આવજો,

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, અંતરપ્રીત બનીને આવજો,


મનની મારી ચિરપ્રતીક્ષા, આગમનને અવિરત ઝંખનારું,

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, કર્ણસંગીત બનીને આવજો,


ઉર ધડકન પણ નામ પોકારે, પ્રત્યેક ધબકારે અવિનાશી,

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, ઉરઅંકિત બનીને આવજો,


કોમળ હૈયું કુસુમવત્ ના, જગપ્રહારોને હવે એ ખમનારું,

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, માનવમીત બનીને આવજો,


નયનની પ્રતિક્ષા પારાવારને ખૂટ્યાં, અશ્રુઓ એના દ્વારેથી,

દિલ દરવાજા ખુલ્લા રાખ્યા, હારમાં જીત બનીને આવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama