શબ્દ
શબ્દ
રોજરોજ શબ્દોને મળતો રહું,
'હું' મારો એમાં ઓગાળતો રહું,
શબ્દથી સત્ય સુધી સફર મારી,
અસત્યથી બહાર નીકળતો રહું,
શબ્દ અંતરનો અંતરે જ પહોંચે,
પરિણામ પામી પરત વળતો રહું,
એમ તો અહં પણ સતાવનારું,
ઓગાળીને ઇશમાં ભળતો રહું,
શબ્દ મારે સાધનને શબ્દ સાધ્ય,
શબ્દ સાનિધ્યે સળવળતો રહું.