STORYMIRROR

Umesh Tamse

Drama Romance

3  

Umesh Tamse

Drama Romance

જ્યારે મળે તું મને

જ્યારે મળે તું મને

1 min
14.9K



હૈયું મારું તો હરખાય જ્યારે મળે તું મને,

ને પછી જાય શરમાય જ્યારે મળે તું મને,


શું થઈ જાય છે આ ચમનનાં બધા ફૂલને?

જોઇને સૌ બળી જાય જ્યારે મળે તું મને,


પ્રેમની વાત તો ખૂબ કરવાનું મન થાય છે,

કાંઇ પણ વાત ના થાય જ્યારે મળે તું મને,


હું બધું ભાન પણ ભૂલી જાઉં છું જોઇ તને,

મારું વર્તન તો બદલાય જ્યારે મળે તું મને,


કેટલો પ્રેમ છે મારા પ્રત્યે તને ઓ સનમ,

એ ય આંખોથી છલકાય જ્યારે મળે તું મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama