STORYMIRROR

Umesh Tamse

Drama Inspirational

3  

Umesh Tamse

Drama Inspirational

કોઈ તો છે

કોઈ તો છે

1 min
13.7K


મારી પીડા જાણનારું કોઇ તો છે,

આંસુ મારા લુંછનારું કોઇ તો છે,


સારું જીવન એટલે જીવી રહ્યો છું,

વ્યર્થ ઈચ્છા મારનારું કોઇ તો છે,


જિંદગીમાં છોને કોઈ સાથ ના દે,

મારી સાથે ચાલનારું કોઇ તો છે,


ડર નથી જીવનમાં કોઈ આફતોનો,

હામ દિલમાં આપનારું કોઇ તો છે,


કોઇ મારી યાદો રાખે કે ના રાખે,

મારી યાદો રાખનારું કોઇ તો છે,


મન ખુશીથી એટલે ઝૂમી રહ્યું છે,

દિલનાં દ્વારે આવનારું કોઇ તો છે,


પ્રેમ સૌને આપતો રે'વાનો કાયમ,

મારી ભીતર જીવનારું કોઇ તો છે.





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama