આઝાદી
આઝાદી
ગુલામ ટૂંકા વિચારોનો હજી પણ છે
હા,પણ આપણો દેશ આઝાદ છે,
સ્વતંત્રતા બોલવાની છે
પણ અલગ રજૂઆતનો ઉગ્ર વિરોધ છે,
ટૂંકા કપડાનો તીવ્ર વિરોધ છે
અને ટૂંકી વિચારધારાનો આવકાર છે,
હા, મારો દેશ આઝાદ છે
પણ નવી વિચારધારાનો અસ્વીકાર છે,
હા,ધિક્કારે છે ઘણાં અને કોસે છે નવી પેઢીને
જ્યાં, સમજણનો પણ અવકાશ છે,
નબળી માનસિકતાની પ્રશંસા વચ્ચે
નવા વિચારોનો અવરોધ છે,
હા,દેશ તો મારો આઝાદ છે
પણ અણગમતી માનસિકતાનો ગુલામ છે.
