વહુ કહે હું શું કહું
વહુ કહે હું શું કહું
વહુ કહે હું શું કહું ?
શું માત્ર દીકરી કે મા માટે લખાય
શું વહુ માટે પણ થોડા શબ્દો ના હોય ?
શું વહુની માત્ર ઘર માટેની ફરજ જ હોય ?
શું વહુ ના હક ના હોય ?
શું વહુની જ જવાબદારી હોય ?
શું વહુ પ્રત્યેની જવાબદારી ના હોય ?
શું માત્ર વહુ સાસુ સસરાનું ધ્યાન રાખે ?
કયારેક તેનું પણ ધ્યાન રાખી ના શકાય ?
શું માત્ર ઘર વહુનું જ હોય છે ?
શું માત્ર વહુને જ કામકાજનો ભાર હોય ?
શું ઘરની દરેક વ્યક્તિની જવાબદારી વહુની જ હોય ?
શું વહુ પ્રત્યેની જવાબદારી હોય ખરી ?
શું વહુ જ આમંત્રણ આપે ?
શું વહુને આમંત્રણ ના હોય ?
શું વહુ માટે હમેંશા અપશબ્દો જ હોય ?
તો પછી સન્માનની અપેક્ષા શા માટે વહુથી રખાય ?
વહુની પાસેથી દીકરીની સુવાવડથી માંડી નાની મોટી સારવારની અપેક્ષા હોય, પણ વહુની સુવાવડમાં મોઢું પણ ન જોવાય તેવા રિવાજ શું હોય,
વહુ કયાંથી શીખે ?
જેવો વહેવાર તેવો તહેવાર ?
વહુની માત્ર ઉપેક્ષા અને રાખો ઘણી અપેક્ષા,
શું તે પણ દીકરી નથી ?
તેના પણ માં બાપ માટે ફરજો ના હોય ?
માત્ર દીકરીના જ ગાણા હોય ?
દીકરી લાવે તો સારું ?
અને વહુ લાવે તે નકામું ?
દીકરી દીકરી કરી વહુ તો લવાય
પણ શું વહુને દીકરી ગણી શકાય ?
માત્ર અમુક વહુ ના કારણે
આખી વહુની જાત વગોવાય ?
દીકરીને શીખવશો
અને વહુને માત્ર ટોક ?
ફરજ દીકરાની પણ હોય ?
વગોવાય માત્ર વહુ,
માટે વહુ પણ કહે હું શું કહું ?
કયારેક વહુ માટે પણ પાણી લાવી શકાય,
શું વહુના કરેલા ઉપકાર ભૂલી શકાય ?
શું વહુની ગણતરી ઘરનાં કામકાજ પૂરતી ?
વહેવારમાં માત્ર અવગણના પૂરતી ?
પોતાનાં સાસુ સસરાને ના રાખતી દીકરી
જ્યારે વહુને સન્માન શીખવાડે ત્યારે વહુ પણ વિચારે હું શું કહું વહુ તમને ?
શું કહું ?
