ભણ ભણ ના ભણકારા
ભણ ભણ ના ભણકારા
વાગી રહ્યા છે ભણકારા
ભણભણના ભણકારા,
મમ્મી અને પપ્પાની બૂમરાણ
ટીચર પણ કહે ભણવા માંડ,
આપી દીધું રમકડું નાનું
પછી મોબાઈલ નામનું ગાયન વાગ્યું,
વાગી રહ્યા છે ભણકારા
ભણ ભણ ના ભણકારા,
મન લાગ્યું ઈન્સ્ટાગ્રામની રિલમાં
પછી શું થાય મેથ્સની ડિલમાં,
હાથમાં આવી જાય જો કોઈ ચેટ
પછી શું થાય સિવાય કે સ્નેપચેટ,
વાગી રહ્યા છે ભણકારા
ભણ ભણ ના ભણકારા,
મગજ મારું ડોચેટસ્નેપચેટ
ટ્વીટરની ટ્વીટ્સ વાંચતું જાય,
આ તો ક્યાં ઇનફ કહેવાય
જો ટેલીગ્રામમાં નવું મૂવી આવી જાય,
વાગી રહ્યા છે ભણકારા
ભણ ભણ ના ભણકારા,
હજુ અહીંથી ક્યાં અટકાય છે
નેટફલિક્સ અને એમેઝોન પ્રાઈમ સીરીઝ થોડી મુકાય છે !
વાગી રહ્યા છે ભણકારા
ભણ ભણ ના ભણકારા,
મન મારું પણ ભટકાય છે
હોટ સ્ટાર અને યુ ટ્યુબની તો શું વાત થાય છે !
ગેમ્સ તો ઘણી ડાઉનલોડ કરવી છે
પણ મોબાઈલમાં સ્પેસ ઓછી છે,
હવે આમાં પણ વિટંબણા કેટલી છે
શું કરવું કે ના કરવું અને તેમાં વચ્ચે ભણવું,
આમાં અને આમાં વાગે બધામાં
રમ અને રમ ભણકારા,
વાગી રહ્યા છે ભણકારા
ભણ ભણ ના ભણકારા.
