STORYMIRROR

Manali Sheth

Abstract Inspirational Others

3  

Manali Sheth

Abstract Inspirational Others

પિયર....એવું ને એવું જ

પિયર....એવું ને એવું જ

1 min
276

વિચારતા વિચારતા ઘણું લખાઈ ગયું

માત્ર પિયર માટે લખવાનું રહી ગયું,

પિયર એવું ને એવું રહ્યું માત્ર

મારી વિદાય થઈ,

જેવું મૂકી ને ગઈ હતી એવું જ રહ્યું

માત્ર હું બદલાઈ ગઈ,


સચવાયેલી બાળપણની જ્યાં સ્મૃતિ મારી

દીવાલો એવી ને એવી જ રહી, માત્ર હું ભીંજાઈ ગઈ,

બાળમિત્રોની યાદોની છબી કંડારાઈ ગઈ

નાની મોટી ધિંગામસ્તી વગોડાઈ ગઈ,

પિયર એવું ને એવું જ રહ્યું માત્ર હું બદલાઈ ગઈ,


દિવસે ને દિવસે વ્યવહારો વધતા ગયા

માવતર કિનારે થતાં ગયા,

મધદરિયે એવી નાવ જ્યારે મારી

એ મા બાપ જ હતા તે પડખે રહ્યાં અમારી,

ઘરની રસોઈનો સ્વાદ ભલે અનેરો

પણ મા નો સરખામણીમાં ફિક્કો જ રહ્યો,

પિયર ક્યારેય નાનું નથી લાગ્યું

પિયર ક્યારેય માં કયારેય ઓછું નથી લાગ્યું,

સાસરે હશે સગવડ ઘણી સારી

પણ પિયરમાં પણ અગવડતા નથી આવી,

બાળકોના ઉછેરમાં પણ યોગદાન તમારું

તો શાનો વિવાદ કરું ધ્યાન રાખ્યું નથી અમારું ?


તમને સાચવવામાં ઉણપ રહી હશે અમારી

પણ તમારો સ્નેહાળ હાથ રહ્યો સાથે મારી,

વહાલનો દરિયો હંમેશા ધબકતો રહ્યો છે

નસીબદાર છું કે એમાં ઉણપ નથી વર્તાઈ,

આપી શકું એવી સમૃદ્ધ નથી થઈ

પિયર એવું ને એવું જ રહ્યું માત્ર હું બદલાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract