મંઝિલ
મંઝિલ

1 min

382
જિંદગીના મુકામોની કોઈ મંઝિલ નથી હોતી,
કે મંઝિલો પર ચાલવાની કોઈ રીત નથી હોતી,
ઝઝૂમવું પડે છે મંઝિલોને પામવા માટે ત્યારે,
કયા રસ્તે જવું એની કંઈ જ ખબર નથી હોતી,
ચાલતા થઈએ જ્યારે એ રસ્તાઓ પર ત્યારે,
પહોંચીશું મંઝિલે ચોક્ક્સ એની કોઈ ખબર નથી હોતી,
હિંમત રાખી ખુદા ને ખુદ પર બસ ચાલ્યા કરીશું ત્યારે,
પોતાનો ભરોસો કેટલો ગાઢ એની ખુદને ખબર નથી હોતી,
હે, મંઝિલ થોડું હું અહીંથી ચાલું છું તું ત્યાંથી આવ,
"દર્શુ" મંઝિલ મળશે જરૂર ક્યાં, કેવી રીતે ?
એ કોઈને ખબર નથી હોતી.