STORYMIRROR

Darshana Hitesh jariwala

Abstract Fantasy Others

3  

Darshana Hitesh jariwala

Abstract Fantasy Others

સથવારો જોઈએ

સથવારો જોઈએ

1 min
26


છળતી દરેક શ્વાસોને તારો જ સાથ જોઈએ,

આ જન્મે જ નહીં મને જન્મારે જન્મારે જોઈએ,


ક્યાંય અટકી જાઉં કે ભટકી જાઉં હું મંજિલેથી,

સાથ તારો ને તારા નામનો જ વિશ્વાસ જોઈએ,


અબૂધ મતિ મારી કર્મો અકર્મોને જાણતી નથી,

મધદરિયે ફસાતી નાવને તારો જ સાથ જોઈએ,


તું સાથ આપીશ ? કહી તને શરમિંદા નહીં કરું,

લાગણીનો છલોછલ છલકાતો દરિયો જોઈએ,


વિશ્વાસ તો છે ક્યાંક દૂર બેસી સાંભળે છે મને,

દર્શુને સ્વપ્ન ને હકીકતનો સથવારો જોઇએ.


Rate this content
Log in