STORYMIRROR

Darshana Hitesh jariwala

Abstract Fantasy Others

4.5  

Darshana Hitesh jariwala

Abstract Fantasy Others

મુજ અંતરમાં ભળ્યા

મુજ અંતરમાં ભળ્યા

1 min
415


કયારેક શબ્દોમાં ને ક્યારેક અર્થોમાં મળ્યા,

લાગણીના સંબંધો ફક્ત શબ્દોમાં જ મળ્યા !


હાંસિયાની બહાર ને લીટીઓના અંતરમાં,

વાક્ય રચના થઈ શબ્દો કાગળ પર સર્યા,


કલમની શાહી બની ને વિચારોમાં ગતિ કરી,

ક્યારેક છાંદસ અછાંદસ કાવ્યો કાગળે ઉતર્યા,


પ્રાસ બની શ્વાસોમાં લાગણીઓ ઘૂંટી ઘૂંટીને,

અંતે ભેદી શબ્દો અલ્પવિરામ દઈ મળ્યા,


કેમ સમજીને પણ સમજમાં ન આવ્યા ?

એ પ્રેમની વાતો કરી નફરતે આવી અટક્યા !


આંખોમાં ઓઝલ થતા ને વ્યથામાં ડૂબતા,

એ વેદના સંવેદના થકી મુજ અંતરમાં ભળ્યા,


ના પૂછો ક્યાં ? ક્યારે ? કેવી રીતે ? વ્યક્તિત્વમાં ભળ્યા,

શાશ્વત પ્રેમના પ્રતિબિંબ થઈ રાધા કૃષ્ણ બની મળ્યા.


Rate this content
Log in