પ્રેમ પ્રણય
પ્રેમ પ્રણય

1 min

29
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
મારીને તારી પહેલી મુલાકાત થઈ હશે.
પ્રત્યક્ષ પરોક્ષ થઈને બંનેએ નિહાળ્યા,
આંખોથી આંખ મળતાં પાંપણ ઝુકી હશે.
ઊંડા હૃદયના દરિયે સુનામી ઉઠયો હશે,
ખળખળતી નદી જ્યારે એમાં ભળી હશે.
સ્પર્શી કિનારે લહેરો હલચલ મચી હશે,
તીરછી નજર કરી પરવાનગી મળી હશે.
ઓચિંતા આંખો ખુલી ને સપનું તૂટયું હશે,
દર્શુંને દર્દે હકીકત થી મુલાકાત થઈ હશે.