દેવદૂત
દેવદૂત

1 min

376
જ્યારથી પડ્યા છે પગરવ જીવનમાં,
એક અજનબી જાણીતું લાગે છે,
મારા અટકેલા કામો મને હવે,
એકપળમાં પૂરા થતા લાગે છે,
મનનાં વિચારોને પણ જાણી શકે,
મારી હૃદયની પીડા જાણે છે,
સમજી જાય છે આંખોની ભાષાને,
મારા અવિરત મૌનને પણ સમજે છે,
નથી ખબર જાદુગર છે કે માયાવી કોઈ,
વાતોથી મન મોહે મેજિક સાથે ચાલે છે,
ખીલી રહ્યું છે હૈયું મારુ વસંત બની,
જાણે ભવ ભવની ઓળખ લાગે છે,
જરૂર કોઈ ઋણ સંબંધ હશે પર ભવનો,
'દર્શું ' ને ઈશનો કોઈ દેવદૂત લાગે છે.