વાત થશે
વાત થશે

1 min

39
તારી મારી પહેલી મુલાકાત થશે,
નવી વાર્તાનો નવો આરંભ થશે,
નજરો મળતા પાંપણ ઝૂકી જશે,
ધડકનોની ગતિ પણ તેજ થશે,
તારા હાથોમાં મારો હાથ હશે,
જિંદગીની નવી શરૂઆત થશે,
થોડું હું કહીશ થોડું તું કહેજે,
મૌનમાં પણ વાતો અઢળક થશે,
હોઠો પર ના કોઈ ફરિયાદ હશે,
પ્રેમનો સ્વીકાર ને સ્નેહ અપાર હશે,
સિંદૂરી સાંજે શમણાંઓ ખાસ હશે,
જયારે આંખોને તારો દીદાર થશે,
પછી, બહુ બહુ શું થશે ? વાત થશે,
ભૂલી દુનિયા આખી તું જ યાદ હશે.