મર્મ
મર્મ
કોમળ કળીનું આગમન થયું ,
વસંતમાં તેનું બાળપણ વીત્યું…
સૂર્યની પહેલી કિરણથી તેનો દિવસ ઉગ્યો,
ઓસના બૂંદથી સુંદરતા વધી…
પાંખડીયોએ ખુલતા ઉમંગને સાદ આપ્યો,
બધાના પ્રેમની પ્રતિક બની…
ઈશ્વરના ચરણ સ્પર્શ કર્યા,
બધાની આંખોનું નમન બની…
ગ્રીષ્મના પ્રભાકરનો કોપ સહ્યો,
ઝંઝાવાતોના પર્વતોથી આંખો મળી…
વર્ષામાં વીજળીના આંચકા સહ્યા,
ઠંડીમાં બરફની માર સહી…
ઋતુ બદલતા બદલતા
એક માટલાની જેમ એ ઘડાઈ ગઈ…
દુઃખોનું ઝેર પીને નીલકંઠ બની
p>
બીજાને સુખનું અમૃત આપ્યું…
પરંપરા અને રૂઢિમાં બંધાતી ગઈ,
એની પાંખોને ઉડવાની ગતી ન મળી…
મોસાળના સંસ્કારોને ગાંઠે બાંધી,
સાસરિયાનું એ માન બની…
લક્ષ્મીના કુમકુમ પગલા બની,
ઓસરી - આંગણાની તુલસી બની…
સંબંધોના હારનું પેન્ડન્ટ બની
જીવનરૂપી નાટ્યની સૂત્રધાર બની…
નવી કળીઓની માળી બની,
વૃધ્ધ વૃક્ષોની લાઠી બની…
સમર્પણનો દીવો બની,
સ્વેચ્છાની કાતિલ બની…
પરોપકાર અને ત્યાગની મૂરત બની,
એજ તો ભારતીય સ્ત્રીની પરિભાષા બની.