દીકરી - વ્હાલનો દરિયો
દીકરી - વ્હાલનો દરિયો


નાનકડી પરીનો જનમ થયો ..
વાતાવરણમાં પ્રેમની સુગંધ પ્રસરાઈ..
પા પા પગલી કરતા ..
એના ઝાંઝર ના તાલ સંભળાયા ..
એના નખરાઓથી બધાના મન મોહિત થયા ..
મસ્ત મસ્ત કપડાં અને દાગીના પહેરાવી ઢીંગલીને
માતા - પિતા જોતાજ રહી ગયાં ..
જોતજોતા આ જીગર નું ટૂકડું મોટું થઈ ગયું ..
બધાનું લાડ પામતી, બધાને લાડ કરતી થઈ ગઈ ..
મમ્મીથી કામ કરાવતી, મમ્મીનું કામ કરતી થઈ ગઈ ..
પપ્પાનું હાથ પકડીને ચાલતી, પપ્પાનું અભિમાન વધારતી થઈ ગઈ ..
પોતાની દુનિયામાં મોજ કરતી, દુનિયાના નિયમો શીખતી થઈ ગઈ ..
ઘરનાં આંગણામાં ફરતી, ઘરની જવાબદારી ઉપાડતી થઈ ગઈ..
ભાઈ સાથે ઝગડો કરતી, ભાઈ ને સમઝતી થઈ ગઈ ..
પૂરું બાળપણ વિતાવ્યું જ્યાં એણે ..
એને છોડવાની તૈયારીમાં લાગી ગઈ ..
આ વ્હાલના દરિયાને, કાળજાના ટુકડાને,
પ્રેમના બાંધને, આપણી દીકરીને ..
કેમ કોઈ અલગ કરતું હશે ?
કારણ ..
બીજાને તે દરિયામાં વહેવા મળે ..
એ બાંધ પરથી ચાલવા મળે..
એના પ્રેમની સર્વોત્તમ ભેટથી ..
તેમના જીવનમાં પણ રોશની લાવવા મળે..
પિતાનું અભિમાન સિદ્ધ કરવા માટે ..
એના સંસ્કારોથી એ ઘરનું ઉધ્ધાર કરવા માટે ..
એ ઘરને પોતાના સુગંધથી મહેકાવા માટે ..
એ ઘરને નવા રંગોથી રંગવા માટે ..
દીકરી હોયજ એવી વ્હાલી !!!
શું બરાબર ને?
દીકરી હોવાનું મને તો અભિમાન છે
અને દરેક મમ્મી - પપ્પા અને દીકરીને પણ હશે જ !