ડુંગળી
ડુંગળી
આંસુ ઉભરાયા ચીર ઉતારતા તારા ડુંગળી
કેટલાય લપેટ્યા વસ્ત્ર અંગ પર કૃષ્ણાવળી
ગરીબોની કસ્તુરી પ્યાજ તીખી તમતમતી
સુંકુદક શાસ્ત્રાર્થ તામસ સુગંધ અણગમતી
પલાંડું તીક્ષ્ણકંદ સર્વવ્યાપી કંદમૂળ રંજન
લીલું સૂકું સર્વ લોક ભાવક છે રમ્ય વ્યંજન
કહી કાંદો વળી અમ અવમૂલ્યન કરતું કોઈ
દુકાળે જોઈ ભાવ આસમાને દળ આંસુ રોઈ
આંસુ ઉભરાયા ચીર ઉતારતા તારા ડુંગળી
પહેરી લાંબી લીલી પર્ણ સાડી વાળી ગળી.