STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Tragedy Inspirational

4.0  

Aniruddhsinh Zala

Abstract Tragedy Inspirational

સંસાર જળ લાગે મુને ખારા

સંસાર જળ લાગે મુને ખારા

1 min
136


નીરખ્યું ભીતર ને ભેદ મટ્યા, દુઃખડા થયા બધા હવે દૂર 

સમદ્રષ્ટિથી નિહાળ્યા આ સઘળા મિથ્યા જગતના મોલ,


હે જી ગગન મંડળમાં મોજ માણી 

હવે તૂટ્યા આ ભ્રમ કેરા જાળાં 

આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા,


અખંડ આનંદ હવે પ્રગટ્યો છે ઉરમાં 

વાગે જુઓ ભક્તિ કેરા અઘોર નગારાં 

આઠે પહોર જાય સુરતાં અકાશે

મારા હરિ હેરા હેત ઉભરાણાં,

આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા,


ઈંગળા ને પિંગળા શુદ્ધ શાંત બનીને હવે 

ભિતરમાં આ મોરચા મંડાણા, 

મનડું મારુ શાંત કર્યું તોય ભટકીને કરે ચાળા 

આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા,


ગુરુ મળ્યા ને મારા સબ દુઃખ હર્યા

 

 ભીતરમાં કર્યા ઘણાં અજવાળા, 

સમદૃષ્ટિ ને પ્રેમ થકી ભેદ સાચા પરખાણા, 

આ સંસાર કેરા જળ લાગે છે મુને બહુ ખારા,


નાદ ભક્તિનો હવે ગુંજે અંતરમાં 

આતમ કરે ભીતર ઘણાં અજવાળા 

પૂર ઉમટ્યા ભીતર ભક્તિનાં, ભાંગ્યા ભ્રમના જાળાં 

 આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા,


હરિનું 'રાજ ' હવે અમ અંતરમાં 

ગુંજે જંતરનાં સૂરમાં ભજન પ્યારા 

મોહ માયા હવે અળગી થઈ ને હેતે ભજન ગાઉં પ્રભુ તમારા, 

આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા,


હે જી ગગન મંડળમાં મોજ માણી 

હવે તૂટ્યા આ ભ્રમ કેરા જાળાં 

આ સંસાર જળ લાગે છે મુને બહુ ખારા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract