STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Comedy Children

3  

Vrajlal Sapovadia

Abstract Comedy Children

સોનાનો સૂરજ

સોનાનો સૂરજ

1 min
199

ઊગશે સૂરજ સોનાનો, 

જીતશું જો ચૂંટણી અમે; 

મસ મોટી લાલચે,

આપ્યા મત ખોબલે, 


જીત્યાં ભેળા, વચને તો પાક્કા ? 

ઊગાડ્યો પૂર્વમાં બીજે દિવસે ! 


ત્રીજી મિનિટે ફંગોળાયો,

સૂરજ વિરહે,

નાનકો બુધ લાડકો હોય, 

અથડાયો જઈ શુક્ર સાથે,


છઠ્ઠી મિનિટે વારો લીધો શુક્રે, 

પાડોશી હોવાને નાતે,

આવી પડ્યો ધરતી પર,

આઠમી મિનિટે ઊંધે કાંધ, 


છવાયો અંધકાર,

થયું જગ ઠંડુગાર,

કાંઈ સમજાયું નહીં,


બારમી મિનિટે,

ધરા ગઈ કે નહીં મંગળ સુધી,

બચ્યાં 'તા એ ખબરપત્રી,

રહ્યાં કે નહીં ખબર હવે, 

પસ્તાયા જન અંત કાળે,


ભરમાયા ભોળા બિચારાં, 

ઝંખતાં વ્યથિત હૃદયે,

પેલો જૂનો ને જાણીતો,

સૂરજ ઊગશે ક્યારે ? 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract