Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Others

3  

Bharat Thacker

Abstract Others

વાત ગુજરાતની

વાત ગુજરાતની

1 min
152


ગુજરાત અને ગુજરાતીઓથી, સમગ્ર વિશ્વ પરિચિત છે

જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં હોય ગુજરાત, એવી આપણી રીત છે


શૂન્યમાંથી કરવું સર્જન, અને આફતને બનાવવી અવસર

ગુજરાતની આ તાસીર, સહુને કરે ચકિત છે,


દુનિયાના કોઈ પણ ખૂણે, પહોંચી ગયો હોય ગુજરાતવાસીઓ,

ગુજરાતની સાથે જ ઊભો હોય, એવી એમની વતન પ્રત્યે પ્રીત છે,


વેપાર અને ધંધો તો હોય છે, ગુજરાતની ગળથુથીમાં

વેપાર ક્ષેત્રે તો ગુજરાત, પંકાયેલા પાકા પંડિત છે,


તન નાનું, મન મોટું અને રાખે છે છપ્પનની છાતી

કોઈ પણ પડકાર ઝીલી લેતું, ગુજરાત એક શૌર્યગીત છે,


દેશ દુનિયાના મહાનુભાવોની, જોઈ લેજો યાદી

ગર્વથી દરેક ગુજરાતીની, છાતી પુલકીત છે,


ગુજરાત અને ગુજરાતીઓની, વિશિષ્ટાની તો શું કરવી વાત,

સમગ્ર દુનિયાના લોકોના, ચિત્તને કરે ચિત્ત છે.


Rate this content
Log in