સંપૂર્ણતાની અપૂર્ણતા
સંપૂર્ણતાની અપૂર્ણતા
પરિપૂર્ણ બનવું એ તો માત્ર, પૂર્ણ પુરૂષોત્તમ ભગવાનની તાકાત છે,
સંપૂર્ણ બનવાની વાટ તો, માનવજાત માટે બની રહે રઘવાટ છે,
સંપૂર્ણ, પરિપૂર્ણ આ શબ્દો છે, આદર્શવાદી સ્થિતિની પરિકલ્પના માત્ર
હકીકતમાં તો પરિપૂર્ણ બનવાની ઘેલછા, જિંદગીમાં સર્જી શકે ઉત્પાત છે,
અધુરાશમાં સમાયેલી હોય છે, જિંદગીની એક જાતની મધુરાશ,
પરિપૂર્ણતાની આશ થતી નથી પૂરી, પૂરી દુનિયાના ઝેલવા પડે પ્રત્યાઘાત છે,
સાચી રીતે જુઓ તો, સમગ્ર સૃષ્ટિમાં આપણે કંઈ પણ મળી શકે નહીં સંપૂર્ણ
અપૂર્ણતાનો સ્વીકાર કરી લેવાથી, દિલોદિમાગને મળે થોડી નિરાંત છે,
પરિપૂર્ણતા ભલે શક્ય ન હોય, પરંતુ તેના પ્રયાણ તરફનો છે સંલગ્ન ફાયદો
પરિપૂર્ણતાના પ્રયાસ થકી, જે તે કાર્યને મળી રહે શ્રેષ્ઠતાની ભાત છે,
માનવ માત્રમાં હોય છે, કોઈ ને કોઈ નબળાઈ અને અપૂર્ણતાવાળી વાત
સંપૂર્ણતાને ભૂલી જવું ‘સૌરભ’, સંબંધોની દુનિયા માટે એ પણ જઝબાત છે.
