Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4.7  

Bharat Thacker

Inspirational

પ્રેમપારસ

પ્રેમપારસ

1 min
60


પ્રેમ બની રહે છે માનવ સંબંધોમાં પુલ, પ્રેમ સંબંધોનો આધાર છે,

પ્રેમ વગરની જરા કલ્પના તો કરો, પ્રેમ વગર જિંદગી અંધકાર છે.


દરેક દરેક સંબંધનો બંધ હોય છે કોઇ ને કોઇ દુન્વયી સ્વાર્થથી બંધાયેલ,

માત્ર મા બાપનો પ્રેમ છે સ્વાર્થ રહિત, મા બાપનો પ્રેમ સદાબહાર છે.


લોહીથી બંધાયેલ ભાઈ બહેનના સંબંધોનું રહેતું હોય જિંદગીભરનું ખેંચાણ ભલે,

પતી પત્ની રહે છે પરસ્પર સમર્પીત અંત સુધી, પ્રેમનો જ આ ચમત્કાર છે.


પ્રેમનો સંબંધ જ માનવ જાતને બનાવે છે, અન્ય જીવસૃષ્ટિ અલગ,

પ્રેમ વગરનો માણસ બની રહે છે પામર, પ્રેમ માટે રહે સહુની દિલથી પુકાર છે.


ભગવાનની ભક્તિભરી આરાધના, જીવમાત્ર માટે હોય પ્રેમની ભાવના,

સૃષ્ટિ બની રહેશે સ્વર્ગ જેવી, મળી રહેવાના પરવરદિગાર છે.


માનવતા આજે છે રોગગ્રસ્ત, આંતકવાદ અને ભયાનક યુધ્ધના વિકારથી,

માનવ માનવ વચ્ચે વધારો પ્રેમ સંબંધ, યુગોથી પ્રેમ સર્વશ્રેષ્ઠ સારવાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational