Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4.7  

Bharat Thacker

Inspirational

નવી ભરતીના ધારા ધોરણ

નવી ભરતીના ધારા ધોરણ

1 min
58


સમાજને પ્રેમ, સકારાત્મકતા અને સ્મિતની છે તાત્કાલિક જરૂરિયાત,

ધારા ધોરણ સુધારીને, તાત્કાલીક ધોરણે, ભરતી કરવાની આવી છે વાત.


નાની અમથી વાતને મોટું સ્વરૂપ આપીને, સમાજમાં વધી રહ્યા છે અબોલા.

જોઈએ ઇલેક્ટ્રિશિયન એવા, સુતેલા સ્પંદનને કરંટ આપી, અબોલાને આપે માત.


આજની ભાગાદોડી અને હુંસાતુંસીની ચુહા દોડમાં હાસ્ય ગયું છે વિસરાઈ,

કલાકાર જોઈએ એવા જે, સ્મિત લાવીને દૂર કરી શકે અંદરના વલોપાત.


આપણા કોહવાઈ રહેલા વિચારોની દુર્ગંધ, ફેલાઈ રહી છે દિનરાત,

માળી જોઈએ એવો, જે વિચારોના બાગને મહેકાવે, જાણે પારીજાત.


આજે સંબંધોમાં દેખાય છે ચારે તરફ, વાદ વિવાદ, ઉન્માદ અને ફરીયાદ,

શિક્ષક જોઇએ એવા, જે પરસ્પર આદર વધારે, સંવાદના શિક્ષણને કરાવે આત્મસાત.


આજે દૃષ્ટિકોણને, ગ્રહી ગયો છે સરખામણી, અદેખાઈ અને હુંપણા નો ઉત્પાત,

ચશ્માવાળા જોઈએ એવા કે દેખાવ સાથે, અનિષ્ટ દૃષ્ટિકોણની બદલી શકે જાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational