STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

પુસ્તક અને પુસ્તકાલય

પુસ્તક અને પુસ્તકાલય

1 min
9

સારા પુસ્તકનું માનવ જીવનમાં, બની રહે મજબૂત આધાર છે,

સાચા પુસ્તકો બની રહે, ઘણી બધી સારી ચીજોનું સોનેરી દ્વાર છે,


બાગ બગીચાની મુલાકાત બનાવી શકે છે, માનવ માત્ર ને તરોતાજા અને તરબતર

પુસ્તકાલય પણ જીવન માટે છે બગીચા સમાન, પુસ્તક રાખે આપણે સદાબહાર છે,


મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક તરીકેનું ત્રિવેણી સંગમ હોય છે પુસ્તક

આ અનેરા સંગમમાં આજીવન ડૂબકી મારનાર, સારી રીતે કરી શકે ભવપાર છે,


જિંદગીનું મનન કરવા, અંતિમ પડાવ સ્મશાનમાં પણ, પુસ્તકને અપાય છે સ્થાન

જિંદગીની આ અલૌકિક યાત્રામાં, પુસ્તક, છેલ્લે સુધી બની રહે સબળ સૂત્રધાર છે,


આળસ ખંખેરીને, પુસ્તક પર લાગેલી ધૂળને ભગાડવાની સમયની માંગ સાથે રહો તકેદાર

સ્ત્રીની માંગની જેમ જાળવો પુસ્તક વાંચનને, અગ્નિસંસ્કાર સુધી કામ આવવાના આ સંસ્કાર છે,


પુસ્તકની કદર જો આપણી આ પેઢી ચૂકી જશે, તો બની રહેશે એક વિડંબના

અવસર ચૂક્યા મેહુલા ઉક્તિ જેવો અફસોસ, રહેવાનો પારાવાર છે,


વાંચે ગુજરાત’ની જેમ ‘વાંચે ભારત’ જેવી અસરકારક ઝુંબેશ જારી રાખવી છે જરૂરી

જે જે દેશમાં પુસ્તક વાંચનના છે સંસ્કાર, એ દેશના દેખાય સર્વગ્રાહી જયજયકાર છે,


બંધ પડેલા કબાટની અંદર, પસ્તીમાં પરિવર્તન પામેલા પુસ્તકની થાય છે હાર,

પુસ્તકાલય જો જો ન બની રહે સંગ્રહાલય ‘સૌરભ’, પુસ્તકનો આ દર્દભર્યો પોકાર છે.                                                          


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract