STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Fantasy Children

3  

Aniruddhsinh Zala

Abstract Fantasy Children

મીઠડી મોજ પહેલા વરસાદની

મીઠડી મોજ પહેલા વરસાદની

1 min
199

પહેલા વરસાદની મોજ માણે સહુ સંગાથે આંગણે 

ભીંજાના હૈયે ખુશી છલકે ભાળી મેઘ હૈયાનાં આંગણે,


ઉલેચતા કોઈ વરસાદી નીર ભરાયા જે ભીતરે 

છબછબિયાં કરી હરખમાં, નાચે ઘણાં આનંદથી આંગણે. 

ભીંજાના હૈયે ખુશી છલકે ભાળી મેઘ હૈયાનાં આંગણે,


ભીની માટીની સુગંધ કેવી મહેકાવે મન મંદિરને 

વધાવે પહેલા વરસાદને હેતથી, ભીના થઈને નેવાના નીરથી,

ભીંજાના હૈયે ખુશી છલકે ભાળી મેઘ હૈયાનાં આંગણે,


પાડી ઢબુલા માટીના ઉમંગે મસ્તીમાં મ્હાલે નાના ભૂલકાં 

વર્ષાના આગમનનો ઉત્સવ જામે અનેરો આ ઘર આંગણે. 

ભીંજાના હૈયે ખુશી છલકે ભાળી મેઘ હૈયાનાં આંગણે,


ટહુકે મોર ને કોયલ મધુર, દેડકાનો ગુંજે સૂર, 

'રાજ ' પહેલા વરસાદ લાવે જાણે હૈયે ઉમંગનાં પૂર,

પહેલા વરસાદની મોજ માણે સહુ સંગાથે આંગણે 

ભીંજાના હૈયે ખુશી છલકે ભાળી મેઘ હૈયાનાં આંગણે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract