મળતા નથી
મળતા નથી
બગીચો જાગ્યો ફૂલો ઉગ્યા
પણ સુગંધ ક્યાંય મળતી નથી,
શાળાઓ ખુલી ઘંટડી વાગી
પણ બાળકો ક્યાંય મળતા નથી,
સવાર પડી ને સૂરજ ઊગ્યો
પણ અજવાળું ક્યાંય મળતું નથી,
વાદળી બદલાણી વીજળી ગાજી
પણ વરસાદ ક્યાંય મળતો નથી,
મહેનત જાગી ઘરેથી ભાગી
પણ મહાનતા ક્યાંય મળી નથી,
રાત પડી ને સપનું જાગ્યું
સાકાર સપનું ક્યાંય દેખાતું નથી,
જીવન જીવ્યા ને જીત મળી
પણ જિંદગી ક્યાંય મળતી નથી.
