સુંદર મારું ગામ
સુંદર મારું ગામ
સુંદર મારું ગામ સુખી છે એનું નામ
રહે છે એમાં સુખી સંપતિ વસે છે ચારે ધામ
દુઃખોને અહીં નથી આશરો જીવનનો અહીં છે વાસ રે
સુખની અહીં રેલમછેલ છે ચિંતાનો નહિ ઘાટ,
સાધુ સંતોનો અહીં વાસ છે ગરીબોનો અહીં સાથ છે
હરિના નામનો અહીં જાપ છે સદાવ્રતનો અહીં સાથ છે,
દીન દુઃખીને અહીંં માન છે બધા માટે જલપાન છે
દુઃખિયા માટે અહીં મેળ છે જીવનનો અહીં સાથ છે.
