ઈચ્છાઓનું ઈન્દ્રધનુષ
ઈચ્છાઓનું ઈન્દ્રધનુષ
ઈચ્છાઓનો ફુગ્ગો લઈ વિહરું,
મુક્ત ગગનમાં,
રંગબેરંગી આકાશ, પક્ષી વિચરે,
મુક્ત ગગનમાં !
ઈચ્છાઓનું ઊગે ઈન્દ્રધનુષ,
વિહરવું મારે મુક્ત ગગનમાં,
બેડીઓ, બંધન તોડી, ઝૂમવું,
મુક્ત ગગનમાં,
ભૂમિ ભય ઠોકર તણો,
ચડવા દો આકાશમાં,
સપના મુક્તિ તણા,
ઊડવા દો આકાશમાં !
મન પંખી ઝંખના,
ભય, શોક વિહિનતા,
ઊડવા દો આકાશમાં,
માણવી છે મુક્તિ,
સંસાર બોજ રહેવા દો,
ફરવા દો મુકત આકાશમાં,
મનમાં ભરીને નથી જીવવું,
વિહરવા દો આકાશમાં,
'રાહી' સમણાં લગરીક,
જીવવા દો નીજાનંદમાં.
